દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 36.21 લાખને પાર, રિક્વરી રેટ 76.63 ટકા
Live TV
-
સરકારના પ્રયાસના કારણે દેશમાં કોવિડ-19ની સ્થિતીમાં સુધારો થઇ રહ્યો છે. દેશનો રીકવરી રેટ સતત ઉંચો જઇ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ દેશમાં કોવિડ-19થી રીકવર થવાનો દર 76.63 ટકા થઇ ગયો છે.
સરકારના પ્રયાસના કારણે દેશમાં કોવિડ-19ની સ્થિતીમાં સુધારો થઇ રહ્યો છે. દેશનો રીકવરી રેટ સતત ઉંચો જઇ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ દેશમાં કોવિડ-19થી રીકવર થવાનો દર 76.63 ટકા થઇ ગયો છે. મૃત્યુદરમાં પણ સતત ઘટાડો થઇ રહ્યો છે. મૃત્યુદર ઘટીને 1.78 ટકા થયો છે. વીતેલા 24 કલાકમાં દેશમાં કુલ 60 હજાર 868 દર્દી સાજા થઇને , હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. દેશમાં અત્યારસુધીમાં કુલ 27 લાખ 74 હજાર 801 લોકો કોરોનાને માત આપી ચુક્યા છે. દેશમાં ટેસ્ટિંગ પણ યુદ્ધસ્તરે ચાલુ છે. વીતેલા 24 કલાકમાં 8 લાખ 46 હજારથી વધુ લોકોનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. બહેતર આરોગ્ય સેવાઓને કારણે દેશે કોરોના સામેની લડતમાં એક નવી સિદ્ધી હાંસલ કરી છે. આરોગ્ય મંત્રાલયે ટ્વિટ કરીને જાણકારી આપી છે કે પાંચ લાખ દર્દી માત્ર વીતેલા આઠ જ દિવસમાં કોરોનાને માત આપી ચુક્યા છે. આ પહેલાં પાંચ લાખ દર્દી અનુક્રમે 10 અને 9 દિવસમાં સાજા થયા હતા.
➡️દેશમાં 24 કલાકમાં કોરોનાના 78,512 નવા કેસ
➡️24 કલાકમાં 971 ના મૃત્યુ; કુલ 64,469ના મોત
➡️દેશમાં કોરોનાના કુલ કેસ 36,21,245
➡️24 કલાકમાં દેશભરમાં 60,868 દર્દી સાજા થયા
➡️કુલ 27,74,801 સ્વસ્થ, કુલ 7,81,975 સક્રિય કેસ
➡️24 કલાકમાં દેશમાં કોરોનાના 08,46,278 ટેસ્ટ
➡️દેશમાં અત્યાર સુધી કુલ 4,23,07,914 કોરોના ટેસ્ટ
➡️મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં સૌથી વધુ કેસ નોંધાયા