ભારતીય સૈનિકોએ ઈર્સ્ટન લદ્દાખની પેંગોંગ ઝીલમાં ચીનની ઘુસણખોરીને રોકી
Live TV
-
ભારત અને ચીનના સૈનિકો વચ્ચે સીમા પર ફરી ઝપાઝપી થઈ છે. ઈર્સ્ટન લદ્દાખની પેંગોંગ ઝીલ આસપાસ બંને દેશોના સૈનિકો 29-30 ઓગસ્ટની રાતે આમને સામને આવી ગયા હતા.
સૈન્ય સૂત્રોએ જણાવ્યા મુજબ ચીની સૈન્ય પીએલએના સૈનિકોએ પહેલાં સધાયેલી સમજૂતીનું ઉલ્લંઘન કરીને લદ્દાખ પ્રદેશમાં ઘુસણખોરીનો પ્રયાસ કર્યો છે. ભારતીય સૈન્ય પેંગોગ ત્સો લેક વિસ્તારમાં ચીની સૈનિકોને ઘુસણખોરી કરતાં અટકાવ્યા છે. ચુસુલ ખાતે ભારત અને ચીન વચ્ચે બ્રિગેડ કમાન્ડર કક્ષાની ફ્લેગ બેઠક ચાલી રહી છે તે અરસામાં આ ઘુસણખોરી થઇ છે. ફ્લેગ બેઠકના પરિણામોની પ્રતિક્ષા થઇ રહી છે. ભારતીય સૈન્ય તરફથી અપાયેલી જાણકારી મુજબ 29 તારીખની રાતે પેંગોગ ત્સો લેકના દક્ષિણ વિસ્તારમાં સ્ટેટસ્કો બદલવા પ્રયાસ કર્યો હતો. આ પહેલાં સૈન્ય અને રાજદ્વારી રાહે ચીન સાથેની વાટાઘાટોમાં જે સહમતી બની હતી તે સહમતી મુજબની યથાવત સ્થિતીને બદલવા ચીની સૈનિકો દ્વારા પ્રયાસ થયો હતો. ભારતીય સૈન્યે તેમને રોક્યા છે. સૈન્ય ઇચ્છે છે સરહદે શાંતિ જળવાય પરંતુ સાથે જ સરહદી રક્ષાની જવાબદારીનં વહન પણ કરી રહી છે.