દેશમાં કોવિડ-19ના કેસની સંખ્યા 24 હજારને પાર
Live TV
-
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસથી સંક્રમિત કેસોની સંખ્યા 24 હજાર 942 થઇ ગઇ છે. સક્રીય કેસોની સંખ્યા 18 હજાર 953 છે.સારા સમાચાર એ છે કે પાંચ હજાર 209 દર્દી સંપુર્ણ સાજા થઇ ચુક્યા છે. જ્યારે 779 લોકોએ આ જીવલેણ વાઈરસથી જીવ ગુમાવ્યો છે. કેન્દ્રીય ટીમો ઉપરાંત ગૃહમંત્રાલયે ચાર વધુ IMCTCની રચના કરી છે. તેનું નેતૃત્વ સચિવ સ્તરના અધિકારીઓ કરી રહ્યાં છે. આ ટીમોની રચના અમદાવાદ, સુરત, હૈદરાબાદ અને ચૈન્નઈની સ્થિતીની સમીક્ષા માટે કરવામાં આવી છે.
