કોરોના સામે સાચી લડાઈ તો જનતા લડી રહી છે: PM
Live TV
-
ભારતની #Corona વિરુદ્ધની લડાઈ સાચા અર્થમાં people driven છે. કોરોના વિરુદ્ધ લડાઈ જનતા લડી રહી છે. જનતા સાથે મળી પ્રશાસન લડી રહ્યું છે. ભારત જેવો વિશાળ દેશ, જે વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે, તેમની પાસે કોરોના સામે લડવાનો આ એકમાત્ર ઉપાય છે.
શહેર હોય કે ગામ એવું લાગી રહ્યું છે કે દેશમાં એક મોટો મહાયજ્ઞ ચાલી રહ્યો છે. દરેક વ્યક્તિ પોતાનું યોગદાન આપવા માટે આતુર છે. ખેડૂતોને જ જોઈ લો - મહામારી વચ્ચે પણ તેઓ પોતાના ખેતરોમાં દિવસ રાત મહેનત કરી રહ્યા છે અને આ વાતની ચિંતા કરી રહ્યા છે કે તેમના દેશમાં કોઈ ભૂખ્યું ન રહે.
દેશ જ્યારે એક ટીમ બનીને કામ કરતો હોય છે, ત્યારે શું થાય તેનો અનુભવ આપણે કરી રહ્યા છીએ. આજે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર, દરેક વિભાગો-સંસ્થાનો સાથે મળી રાહત માટે કામ કરી રહ્યા છે, જેથી દેશવાસીઓને ઓછામાં ઓછી તકલીફ થાય.
તમે તમારી ભાવના પ્રમાણે દેશ માટે પોતાના રસ પ્રમાણે કંઈક કરી શકો, તેના માટે સરકારે covidwarriors.gov.in ડિઝીટલ પ્લેટફોર્મ તૈયાર કર્યું છે. જેના દ્વારા સામાજિક સંસ્થાઓ, Civil Society ના પ્રતિનિધિઓ અને સ્થાનીય પ્રશાસનના લગભગ સવા કરોડ લોકો એકબીજા સાથે જોડાયા છે.
દરેક વ્યક્તિ પોતાના સામર્થ્ય પ્રમાણે આ લડાઈ લડી રહ્યો છે. કોઈ ભાડું માફ કરી રહ્યું છે, કોઈ પેન્શન કે પુરસ્કારની રકમ #PMCARES માં જમા કરાવી રહ્યું છે. કોઈ ખેતરના શાકભાજી આપી રહ્યું છે, તો કોઈ મજૂરવર્ગ કે જે સ્કૂલોમાં #Quarantine થયા છે, ત્યાં રંગરોગાનનું કામ કરી રહ્યા છે.
