Skip to main content
Settings Settings for Dark

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1334 પોઝિટિવ કેસ, 27 લોકોના મોત : સ્વાસ્થ્ય મંત્રાલય 

Live TV

X
  • 23 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 54 જિલ્લામાં છેલ્લા 14 દિવસથી કોઈ કેસ નોંધાયો નથી

     

    આરોગ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે જણાવ્યુ કે ગઈકાલથી દેશમાં કોરોનાના કુલ 1334 કેસ નોંધાયા છે અને 27 નવા મોત નીપજ્યાં છે. આરોગ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે જણાવ્યુ કે 2231 લોકો સમગ્ર દેશમાં કોરોનાથી સાજા થયા છે. 24 કલાકમાં, કોરોનાના 1334 પોઝિટિવ કેસ નોંધાયા છે, કોરોના પુષ્ટિ થયેલા કેસોની સંખ્યા વધીને 15712 થઈ છે. છેલ્લા 24 કલાકમાં 27 નવા મોત થયા છે. દેશમાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક 507 પર પહોંચી ગયો છે. દેશમાં અત્યાર સુધીમાં 2231 લોકો સાજા થયા છે. 

    આરોગ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે જણાવ્યુ કે 23 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 54 જિલ્લામાં છેલ્લા 14 દિવસથી કોઈ કેસ નોંધાયો નથી. છેલ્લા 28 દિવસમાં કર્ણાટકના પોંડિચેરી અને કોડાગુમાં કોઈ નવા કેસ નોંધાયા નથી. આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ, લવ અગ્રવાલે કહ્યું કે દેશમાં કોરોનામાં 755 હોસ્પિટલો અને 1389 આરોગ્ય કેન્દ્રો છે. આ તમામ હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં કોરોના દર્દીઓની સારવાર કરી શકાય છે.

    ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) સાથે સંકળાયેલા ડો.રમન આર. ગંગાખેડકરે કહ્યું કે દેશમાં કોરોના 3,86,791 ટેસ્ટ થયા છે. તેમાંથી 29,287 પરીક્ષણો આઇસીએમઆર સાથે જોડાયેલ પ્રયોગશાળાઓમાં કરવામાં આવ્યા હતા. ખાનગી ક્ષેત્રની પ્રયોગશાળાઓમાં 7,886 કોરોના પરીક્ષણો કરવામાં આવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply