Skip to main content
Settings Settings for Dark

કન્ટેનમેન્ટ ઝોનથી બહાર કૃષિ, સ્વાસ્થ્ય અને સાર્વજનિક ક્ષેત્રે આજથી અમુક છુટછાટ

Live TV

X
  • દિલ્હી, પંજાબ, અને તેલંગાણા સહિત કેટલાક રાજ્યોએ લોકડાઉનમાં કોઈ પણ છુટ આપવાનો કર્યો ઈન્કાર

    કેન્દ્ર સરકારે આજથી કોરોના મહામારીથી બચેલા અનેક વિસ્તારોમાં જરૂરી સેવાઓમાં છુટછાટ આપી છે. સરકારે  દેશવ્યાપી લોકડાઉન વચ્ચે આજથી આયુષ સહિત તમામ પ્રકારની આરોગ્ય સુવિધામાં છુટ આપી છે. આ ઉપરાંત ઈલેક્ટ્રીશિયન આઈ.ટી. રિપેર્સ., પ્લમ્બર્સ, મોટર મિકેનિક. અને કારપેન્ટરની સુવિધાઓ શરૂ કરવાની છુટ આપી છે. ગ્રામ્ય વિસ્તારોમાં સંચાલિત ઉદ્યોગો, કૃષિ ઉપજનું કાર્ય અને કૃષિ મશીનરીની દુકાનો માછીમારી 50 ટકા શ્રમીકો સાથે, ચા-કોફી અને રબર જેવા પ્લાન્ટનું રોપણનું કાર્ય પશુ-પાલન., સમાજિક ક્ષેત્ર, મહાત્મા ગાંધી નરેગાનું કામ, સાર્વજનિક ઉપયોગની સેવાઓ સહીત રાજ્યની અંદર અને બહાર સામાનની હેર ફેરને પણ છુટછાટ આપવામાં આવી છે. આ ક્ષેત્રના લોકોને તેમના કાર્યસ્થળે જવાની પણ છુટ આપવા માં આવી છે. તો બીજી તરફ તેલગંણામાં 7 મે સુધી લોકડાઉન લંબાવાયું છે. તો પંજાબ સરકારે લોકડાઉનમાં છુટ આપવાનો નિર્ણય પરત ખેંચ્યો છે. પંજાબમાં માત્ર ઘઉં ખરીદીનું કાર્ય યથાવત રહેશે. પંજાબમાં કડકાઈ પૂર્વક કર્ફ્યૂને લાગુ કરવાનો નિર્દેશ અપાયો છે. દિલ્હીમાં પણ લોકડાઉનમાં કોઈ છુટ આપવામાં આવી નથી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply