યુવાઓને નવા વિચારો સાથે નવી કાર્ય સંસ્કૃતિ શરૂ કરવા પીએમ મોદીનું આહવાન
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશયલ મીડિયા દ્વારા કોવિડ-19ના સંકટ મુદ્દે તેમના વિચાર કર્યા જાહેર. આ સંકટના સમયે લોકો દ્વારા ડિજીટલી કરાઈ રહેલી મદદનો કર્યો ઉલ્લેખ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત કોરોના મહામારીને લઈ ને જાતે જ મોનિટરિંગ કરી રહ્યાં છે. આ સમગ્ર પરિદ્રશ્યને લઈને પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતાં. પ્રધાનમંત્રી મોદીએ વર્ક ફ્રોમ હોમની આ સ્થિતિમાં લોકોને પોતાની તબિયતનું ધ્યાન રાખવા કહ્યું હતું, જેમાં આયુષ અને યોગ જેવા ઉપાયો કારગાર નીવડી શકે છે. પ્રધાનમંત્રી મોદીએ ફરી એકવાર લોકોને આરોગ્ય સેતુ એપને ડાઉનલોડ કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, હિન્દુસ્તાનની યુવા પેઢી નવા ચાર માધ્યમથી ,દુનિયાને નવું વર્ક કલ્ચર આપી શકે છે. આ વેપાર કે લાઈફ સ્ટાઈલ મોડલ વિષે વિચારવું જોઈએ ,જેને સરળતાથી અમલી બનાવી શકાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ખાસ કરીને એવું મોડલ જે આપત્તીઓનાં સમયમાં કાર્યરત થઈ શકે અને તે સમયની પણ માંગ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ માહોલમાં ડિજીટલ પેમેન્ટ અને ટેલી મેડિસિન જેવા ઉપાયોને વધુ આગળ વધારવાની જરૂરિયાત છે.
