Skip to main content
Settings Settings for Dark

દેશમાં છેલ્લા 24 કલાકમાં 1.89 લાખથી વધુ દર્દીઓએ આપી કોરોનાને મ્હાત, 1.14 લાખથી વધુ નવા કેસ

Live TV

X
  • છેલ્લા 24 કલાકમાં 33,53,539 લોકોને મળી અત્યાર સુધીમાં કુલ 23,13,22,417 લોકોને કોરોના વિરોધી રસી આપવામાં આવી

    દેશમાં કોરોનાના કેસોનો સતત ઘટાડો થઇ રહ્યો છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1,14,460 કેસ નોંધાયા છે, તેમજ 2677ના મૃત્યુ થતા દેશભરમાં અત્યાર સુધીનો કુલ મૃત્યુ આંક 3,46,759 એ પહોંચ્યો છે. દેશમાં અત્યાર સુધી કોરોનાના કુલ 2,86,94,879 કેસ નોંધાયા છે. જ્યારે 24 કલાકમાં દેશમાં 1,89,232 દર્દીઓ સ્વસ્થ થતા અત્યાર સુધીમાં કુલ 2,69,84,781 દર્દીઓ સ્વસ્થ થયા છે. હાલ દેશમાં સક્રિય કેસની સંખ્યા કુલ 14,77,799 થઇ છે. દેશમાં હાલ તમિલનાડુ અને કેરળમાં સૌથી વધુ કેસ નોંધવામાં આવી રહ્યા છે.

    દેશમાં કોરોના ટેસ્ટિંગના આંકડા 
    દેશમાં કોરોના ટેસ્ટિંગમાં પણ સતત વધારો કરવામાં આવ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 20,36,311 લોકોનું કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જ્યારે 
    દેશમાં અત્યાર સુધીમાં કુલ 36,47,46,522 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા. 

    દેશમાં રસીકરણના આંકડા 
    દેશમાં રસીકરણ અભિયાન પણ પૂર જોશમાં ચાલી રહ્યું છે. વધુમાં વધુ લોકો સુધી વેક્સિન પહોંચે તે માટે કેન્દ્ર અને રાજ્યની સરકારો યોગ્ય પગલાંઓ લઇ રહી છે. ત્યારે દેશમાં અત્યાર સુધી 23,13,22,417 લોકોને કોરોના વિરોધી રસી આપી કોરોના સામે રક્ષિત કરવાંમાં આવ્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 33,53,539 લોકોને કોરોનાની રસી અપાઈ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply