Skip to main content
Settings Settings for Dark

કાલથી દિલ્હી અને મહારાષ્ટ્રમાં અનલોકની પ્રક્રિયા થશે શરૂ

Live TV

X
  • દિલ્હીમાં બજાર, મોલ વગેરે ઓડ-ઈવન આધાર પર ખુલશે, તો મેટ્રો 50 ટકાની ક્ષમતા સાથે થશે શરૂ. બીજી બાજુ મહારાષ્ટ્રમાં પાંચ તબક્કામાં અનલોકની પ્રક્રિયા આવતી કાલથી થશે શરૂ.તમિળનાડુ, મિઝોરમ અને ગોવાએ સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે લંબાવ્યું લોકડાઉન

    દેશભરમાં કોરોનાની બીજી લહેર દરમિયાન કેટલાક રાજ્યોમાં કોરોનાના નવા કેસોમાં ઘટાડો થતાં અનલોકની પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત મહારાષ્ટ્રમાં આવતીકાલથી અનલોકની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જે અંતર્ગત પાંચ સ્તરીય યોજનાને લાગુ કરવામાં આવશે. 
    આ સાથે જ દિલ્હીમાં પણ અનલોકના બીજા તબક્કાનો કાલથી પ્રારંભ થશે. જે અન્વયે તમામ બજારો, મોલ, માર્કેટ, કોમ્પ્લેક્સ વગેરે ઓડ ઈવનના આધારે ખોલવામાં આવશે. જ્યારે દિલ્હી મેટ્રોનું સંચાલન 50 ટકાની ક્ષમતા સાથે ફરી શરૂ કરવામાં આવશે. 
    આ ઉપરાંત કેટલાક રાજ્યોમાં હજુ પણ કોરોના સંક્રમણ વધતું જોઈ, કરફ્યુનો સમય લંબાવામાં આવ્યો છે. જે અંતર્ગત હિમાચલ પ્રદેશ સરકારે અગાઉની છૂટછાટ સાથે કોવીડ કરફ્યુને 14 જૂન સુધી લંબાવ્યો છે. આવી જ રીતે તમિલનાડુ અને ગોવામાં પણ કોવીડ કર્ફ્યુને આગામી તા. 14 જૂન સુધી લંબાવવામાં આવ્યો છે. જ્યારે મિઝોરમમાં રાજ્ય સરકારે પાટનગર આઇઝોલમાં શનિવારે કોરોનાના કેસોની સંખ્યામાં વધારો જોતા પૂર્ણ લોકડાઉનને આગામી તા. 14 જૂન સુધી લંબાવ્યું છે.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply