Skip to main content
Settings Settings for Dark

દેશમાં છેલ્લા 24 કલાકમાં 1.97 લાખથી વધુ દર્દીઓએ આપી કોરોનાને મ્હાત, 1.20 લાખથી વધુ નવા કેસ 

Live TV

X
  • 24 કલાકમાં 3380ના મૃત્યુ થયા છે અને દેશભરમાં અત્યાર સુધી કુલ 3,44,082ના મૃત્યુ થયા છે

    દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 1,20,529 કેસ નોંધાયા છે. સાથે જ 24 કલાકમાં 3380ના મૃત્યુ થયા છે અને દેશભરમાં અત્યાર સુધી કુલ 3,44,082ના મૃત્યુ થયા છે. દેશમાં અત્યાર સુધી કોરોનાના કુલ 2,86,94,879 કેસ નોંધાયા છે. જ્યારે 24 કલાકમાં દેશમાં 1,97,894 દર્દી સાજા થયા છે. કુલ 2,67,95,549 દર્દીઓ સ્વસ્થ થયા છે જ્યારે 15,55,248 સક્રિય કેસ છે. જ્યારે ભારતમાં હાલ તમિલનાડુ અને કેરળમાં સૌથી વધુ કેસ નોંધવામાં આવી રહ્યા છે. 

    કોરોના ટેસ્ટનાં આંકડા 
    ભારતમાં કોરોના ટેસ્ટ પણ વધારે કરવામાં આવી રહ્યા છે. દેશમાં 24 કલાકમાં કોરોનાના 20,84,421 ટેસ્ટ કરાયા છે. જ્યારે 
    દેશમાં અત્યાર સુધી કુલ 36,11,74,142 લોકોના ટેસ્ટ  કરવામાં આવ્યા છે. 

    દેશમાં આટલા લોકોને આપવામાં આવી વેક્સિન 
    દેશમાં વેક્સિનેશન અભિયાન પુર જોશમાં ચાલી રહ્યું છે. વધુમાં વધુ લોકો સુધી વેક્સિન પહોંચે તે માટે કેન્દ્ર અને રાજ્યની સરકારો પગલાં ભરી રહી છે. લોકોમાં વેક્સિનને લઈને જાગૃતિ આવે  તે માટે પણ સરકાર પગલાં ભરી રહી છે. દેશમાં અત્યાર સુધી 22,78,60,317 લોકોને રસી આપવામાં આવી છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 36,50,080 લોકોને કોરોનાની રસી અપાઈ છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply