Skip to main content
Settings Settings for Dark

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે PM મોદીએ ખેડૂતો સાથે સંવાદ કર્યો

Live TV

X
  • કાર્યક્રમમાં સંબોધન કરતા પ્રધાનમંત્રી એ જણાવ્યું હતુ કે દેશમાં ઇથેનોલનો વિકાસ કરવા માટે આધુનિક છોડ લગાવવામાં આવી રહ્યા છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ પર્યાવરણ દિવસના કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ભાગ લીધો હતો. આ આયોજનનો વિષય બહેતર પર્યાવરણ માટે જૈવ ઇંધણને પ્રોત્સાહન આપવાનો હતો. કાર્યક્રમમાં સંબોધન કરતા પ્રધાનમંત્રી એ જણાવ્યું હતુ કે દેશમાં ઇથેનોલનો વિકાસ કરવા માટે આધુનિક છોડ લગાવવામાં આવી રહ્યા છે. તેમજ ઇથેનોલનો પ્રભાવ ખેડુતોના જીવન પર પણ પડી રહ્યો છે. તેમણે ઉમેર્યુ હતું કે ભારત એક મોટા વૈશ્વિક વિઝન સાથે આગળ વધી રહ્યો છે. અને ક્લાઇમેટ ચેંજના પડકાર સામે ભારત સંપૂર્ણરીતે જાગૃત છે. 

    સૌર ઉર્જાની ક્ષમતા ગત 6 વર્ષમાં 15 ગણી વધી
    સિંગલ યુઝ પ્લાસ્ટિકને લઇને લોકોમાં જાગૃતતા વધી રહી છે. અને તે માટેના પ્રયાસ પણ થઇ રહ્યા છે. ભારતે તેના પ્રયાસોથી કરોડો ટન કાર્બન ઉત્સર્જન ને રોક્યુ છે. સૌર ઉર્જાની ક્ષમતા ગત 6 વર્ષમાં 15 ગણી વધી છે. આ કાર્યક્રમ પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય તથા પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે આયોજિત કરવામાં આવ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply