દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 7,774 કેસ નોંધાયા, 8,464 દર્દીઓ સ્વસ્થ થયા
Live TV
-
દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 7,774 કેસ નોંધાયા છે, જેની સામે 306 દર્દીઓના મૃત્યુ થયા છે, અને 8,464 દર્દીઓ કોરોના મહામારીને મ્હાત આપી સ્વસ્થ થયા છે. આ સાથે જ દેશમાં અત્યારસુધીમાં કુલ 3,41,22,795 લોકો સ્વસ્થ થયા છે, જ્યારે સક્રિય કેસ 92,281 છે.
તો બીજી બાજુ રસીકરણ મહાઅભિયાન હેઠળ છેલ્લા 24 કલાકમાં કોરોના રસીના કુલ 89,56,784 લાખથી વધારે ડોઝ અપાયા અને અત્યારસુધીમાં કુલ 132.93 કરોડથી વધુ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.
તાજેતરમાં જ કોરોના વાઇરસના નવા વેરિયેન્ટ ઓમીક્રોનને ધ્યાને લઇ ભારત સરકારના આરોગ્ય વિભાગ અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા ટેસ્ટિંગ ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ પર ભાર આપવામાં આવી રહ્યો છે. હાઈરિસ્ક વાળા દેશોમાંથી આવતા પ્રવાસીઓનું એરપોર્ટ પર જ સઘન ચેંકિંગ કરવામાં આવી રહ્યુ છે. આવા દેશોના મુસાફરોના ફરજિયાત RTPCR ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જે અન્વયે છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 12.26 લાખ જેટલા સેમ્પલના ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેને મળીને અત્યારસુધીમાં કુલ 64.72 કરોડથી વધારે સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
