Skip to main content
Settings Settings for Dark

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ઈન્ડિયાગેટ ખાતે સ્વર્ણિમ વિજય પર્વનું કર્યું ઉદ્ધાટન

Live TV

X
  • નવી દિલ્હીમાં ઈન્ડિયા ગેટ ખાતે આજ તારીખ 12 મી ડિસેમ્બરના રોજ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના હસ્તે બે દિવસયી સ્વર્ણીમ વિજય પર્વનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ દ્વારા વોલ ઓફ ફેમનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું. આજના આ કાર્યક્રમમાં સ્વર્ગસ્થ CDS બિપિન રાવત દ્વારા અગાઉ રેકોર્ડ કરવામાં આવેલ વીડિયો સંદેશો રજૂ કરવામાં આવ્યો હતો. આ પર્વમાં મુખ્ય યુધ્ધોનાં અંશોની સાથે 1971 ની લડાઈ દરમિયાન ઉપયોગમાં લેવાયેલા હથિયારો અને ઉપકરણોને પ્રદર્શીત કરવામાં આવશે. 
    વર્ષ 1971 નાં યુધ્ધમાં ભારતની ઐતિહાસીક જીત અને ભારત - બાંગ્લાદેશ વચ્ચેની મીત્રતાનાં 50 વર્ષ પૂર્ણ થવાનાં ઉપલક્ષમાં આજે અને આવતીકાલે એટલે કે 12 મી અને 13 મી ડિસેમ્બર 2021 એ સ્વર્ણીમ વિજય પર્વની ઉજવણી કરવામાં આવશે. ઉદ્ધાટન બાદ સામાન્ય લોકો પણ આ કાર્યક્રમનો લાભ લઈ શકશે. આ પર્વમાં અનેક મહાનુભાવો સહિત બાંગ્લાદેશથી આવેલા લોકો પણ જોડાશે. 
    આજના આ પ્રસંગે સંબોધન કરતા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સૌથી પહેલા CDS જનરલ બિપિન રાવત સહિત દુર્ઘટનામાં મૃત્યુ પામેલા શહીદોને શ્રધ્ધાંજલિ પાઠવતા જણાવ્યું હતું કે, "આજે હું બિપિન રાવતની કમી અનુભવી રહ્યો છું. આજના દિવસે હું એ તમામ સૈનિકોને નમન કરુ છું, જેઓનાં કારણે 1971નાં યુધ્ધમાં ભારતનો વિજય થયો હતો. સ્વર્ણીમ વિજય પર્વ આપણાને પ્રેરણા આપે છે અને સ્વર્ણિમ વિજય મશાલનું સમગ્ર દેશમાં સન્માન સાથે સ્વાગત કરવામાં આવ્યું છે."

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply