Skip to main content
Settings Settings for Dark

સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર ભારતની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું

Live TV

X
  • રક્ષા અનુસંધાન તેમજ વિકાસ સંગઠન અને ભારતીય વાયુસેનાએ પોખરણ રેન્જમાં સ્વદેશીરૂપે ડિઝાઈન તેમજ વિકસીત, હેલિકોપ્ટર લોન્ચ - સ્ટેન્ડ ઓફ એન્ટી ટેંક મિસાઈલનું સફળતાપૂર્વક પરિક્ષણ કર્યું હતું. આ પરિક્ષણ તમામ બાબતોમાં સફળ રહ્યું હતું, અને તમામ ઉદ્દેશયને પૂર્ણ કર્યા હતા. મિસાઈલનાં રીલીઝ મિકેનિઝમ, એડવાન્સ ગાઈડન્સ સિસ્ટમ, ટ્રેકિંગ અલ્ગોરિધમ તેમજ સોફ્ટવેરની સાથે તમામ પ્રણાલીએ યોગ્ય પ્રદર્શન કર્યું હતું. ટ્રેકિંગ સિસ્ટમે મિશન સાથે જોડાયેલી તમામ બાબતોની દેખરેખ કરી હતી. મિસાઈલ એક અત્યાધુનિક એમ.એમ.ડબલ્યુ ટેક્નોલોજી સાથે તૈયાર થયેલી છે. જે સુરક્ષીત અંતર રાખીને ઉચ્ચ પરિશુધ્ધતા સાથે હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે. જે 10 કિલોમીટર સુધીના વિસ્તારમાં લક્ષ્યને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. આધુનિક વ્યવસાયિકો સાથે વિભિન્ન એપ્લિકેશનો માટે આ તમામ પ્રણાલીનો સ્વદેશી વિકાસ રક્ષાક્ષેત્રનાં વિસ્તારમાં આત્મનિર્ભર ભારતની દિશામાં એક મહત્વપૂર્ણ ડગલું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply