Skip to main content
Settings Settings for Dark

નવી દિલ્હી: સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે સ્વર્ણીમ વિજય પર્વનું કરશે ઉદ્ધાટન

Live TV

X
  • સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજ તારીખ 12 મી ડિસેમ્બરના રોજ બે દિવસીય સ્વર્ણીમ વિજય પર્વનું ઉદ્ધાટન કરશે. આ પ્રસંગે મુખ્ય યુધ્ધોનાં અંશોની સાથે 1971 ની લડાઈ દરમિયાન ઉપયોગમાં લેવાયેલા હથિયારો અને ઉપકરણોને પ્રદર્શીત કરવામાં આવશે. 1971 ના યુધ્ધમાં ભારતની ઐતિહાસીક જીત અને ભારત - બાંગ્લાદેશ મિત્રતાના 50 વર્ષ પૂર્ણ થવાનાં ઉપલક્ષ્યમાં આજે અને આવતીકાલે ઈન્ડિયા ગેટ, નવી દિલ્હી ખાતે સ્વર્ણીમ વિજય પર્વ ઉજવવામાં આવશે. આજે ઉદ્ધાટન બાદ સામાન્ય લોકો આ કાર્યક્રમનો લાભ લઈ શકશે. આ કાર્યક્રમનો સમાપન સમારોહ આવતીકાલે થશે, જેમાં સંરક્ષણમંત્રી રાજનાથસિંહ ભાગ લેશે. કાર્યક્રમમાં અનેક મહાનુભાવો સહિત બાંગ્લાદેશથી આવેલા લોકો પણ જોડાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply