દેશમાં પેટ્રોલ અને ડીઝલ બે રૂપિયા પ્રતિ લીટર સસ્તું થયું
Live TV
-
દેશમાં પેટ્રોલ અને ડીઝલ બે રૂપિયા પ્રતિ લીટર સસ્તું થયું છે. નવા દરો આજે સવારે 6 વાગ્યાથી લાગુ થઈ ગયા છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે કહ્યું કે આનાથી ગ્રાહકોની ખર્ચ શક્તિમાં વધારો થશે અને ડીઝલ પર ચાલતા 58 લાખ ભારે વાહનો, 6 કરોડ કાર અને 27 કરોડ ટુ-વ્હીલર્સના સંચાલન ખર્ચમાં ઘટાડો થશે.
દિલ્હીમાં પેટ્રોલની કિંમત હવે 94 રૂપિયા 72 પૈસા પ્રતિ લિટર, મુંબઈમાં 104 રૂપિયા 21 પૈસા, કોલકાતામાં 103 રૂપિયા 94 પૈસા અને ચેન્નાઈમાં 100 રૂપિયા 75 પૈસા પ્રતિ લિટર છે. ડીઝલ હવે દિલ્હીમાં 87 રૂપિયા 72 પૈસા, મુંબઈમાં 92 રૂપિયા 15 પૈસા, કોલકાતામાં 90 રૂપિયા 76 પૈસા અને ચેન્નાઈમાં 92 રૂપિયા 34 પૈસા પ્રતિ લીટરના ભાવે મળશે.
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો એ દેશવાસીઓના કલ્યાણ પ્રત્યે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રાથમિકતા દર્શાવે છે.
