દેશમાં લોકડાઉન લંબાયુ, 17 મે સુધી લોકડાઉન વધારી દેવાયુ, જાણો કઈ કઈ છુટ મળશે?
Live TV
-
રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને રેડ, ઓરેન્જ ,અને ગ્રીન ,એમ ત્રણ ઝોન માં વહેંચવા માં આવ્યાં
દેશ માં, વધુ બે અઠવાડિયા સુધી ,લોક ડાઉન લંબાવી દેવામાં આવ્યું છે. 3 મે ના રોજ ,બીજા તબક્કા નું ,લોક ડાઉન પૂર્ણ થઈ રહ્યું હતું ,હવે ,4 મે થી 17 મી મે સુધી ,લોક ડાઉન ,વધારી દેવા માં આવ્યું છે. જો કે, આર્થિક ગતિવિધિઓ શરૂ કરવા માટે ,રાજ્યો ,અને કેન્દ્ર શાસિત પ્રદેશો ને ,રેડ, ઓરેન્જ ,અને ગ્રીન ,એમ ત્રણ ઝોન માં ,વહેંચવા માં આવ્યાં છે. તો રાજ્યો એ પણ ,તમામ જિલ્લાઓ ને ,ત્રણ ઝોન માં ,વિભાજીત કરી દીધા છે. જિલ્લાઓ ને પણ ,ત્રણ ઝોન માં ,વિભાજીત કરી દેવામાં આવ્યાં છે. ગ્રીન ઝોન માં ,પ્રતિ બંધિત ગતિવિધિઓ ને બાદ કરતાં, તમામ આર્થિક ગતિવિધિઓ ને ,સંપૂર્ણ છૂટ આપવામાં આવી છે.. જાહેર પરિવહન ની બસો ને ,ગ્રીન ઝોન માં ,મુક્તી આપવા માં આવી છે જો કે, આ બસો માં ,50 ટકા થી વધારે લોકો ની સંખ્યા, ન હોવી જોઈએ. ઓરેન્જ ઝોન માં ,બસો ને ,છુટ આપવા માં આવી નથી ,પરંતુ વન પ્લસ વન ની શરતે ,કેબ ને ,છુટ આપવા માં આવી છે. તમામ ઝોન માં ,સીમિત ગતિ વિધિઓ, નિશેધ રહેશે
,એટલે કે, સિનેમા હોલ., મોલ., જીમ ,તેમજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બંધ રહેશે,. આ ઉપરાંત ,ધાર્મિક સ્થળ., દેવસ્થાનો સહિત ,શાળા-કોલેજો , અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ પણ ,બંધ રહેશે. સામાજીક રાજકીય , સાંસ્કૃતિક , અને અન્ય સમારોહ પણ ,બંધ રહેશે. ઉપરાંત, હોટેલ અને રેસ્ટોરન્ટ ની સેવાઓ પણ ,બંધ રહેશે,. રેડ ઝોન માં, કોઈ પણ પ્રકાર ની છુટ માં ,બદલાવ કરવા માં આવ્યો નથી. રેડ ઝોન માં ,માત્ર ઈ-કોમર્સ સેવાઓ ને, મંજૂરી આપવામાં આવી છે.17 મે સુધી શું રહેશે બંધ?
- 17 મે સુધી ટ્રેન, હવાઇ માર્ગ, મેટ્રો સેવા બંધ રહેશે
- બધા શિક્ષણ સંસ્થાન 17 મે સુધી બંધ રહેશે
- મોલ, સિનેમા હોલ, સ્પોર્ટ્સ ક્લબ પણ બંધ રહેશે
- સ્કૂલ, કોલેજ, સંસ્થાન, ગેસ્ટ હાઉસ, હોટલ, રેસ્ટોરન્ટ
- મોટી સભાના સ્થળ, જેવા કે સિનેમા હોલ, મોલ, જિમ
- રમતના મેદાન, સામાજિક, રાજનીતિક, સાંસ્કૃતિક અને બધા પ્રકારની સભા
- ધાર્મિક સ્થાન, પૂજા સ્થળ જનતા માટે બંધ રહેશેરેડ ઝોનમાં શું ખુલશે?
રેડ ઝોનમાં મોટી સંખ્યામાં અન્ય ગતિવિધિઓની મંજૂરી રહેશે. ગ્રામીણ ક્ષેત્રોમાં બધા ઓદ્યોગિક અને નિર્માણ ગતિવિધિઓ જેમાં મનરેગા કાર્ય સામેલ છે. ખેતીના બધા કામકાજ જેવા કે વાવણી, કાપણી, ખરીદીની મંજૂરી છે. વિત્તીય ક્ષેત્રનો એક મોટો હિસ્સો ખુલ્લો રહેશે. જેમાં બેંક, એનબીએફસી વિત્ત કંપનીઓ, વિમા અને પૂંજી બજારની ગતિવિધિઓ અને સહકારી સમિતિઓ સામેલ છે.
ગ્રીન ઝોનમાં શું ખુલશે?
- ગ્રીન ઝોનમાં 50% સવારી સાથે બસો ચાલી શકે છે.
- સાંજે 7 થી સવારે 7 સુધી અવરજવરની મંજૂરી નહીં
- બસ ડેપોમાં 50% કર્મચારીઓથી કામઓરેન્જ ઝોનમાં શું ખુલશે?
ઓરેન્જ ઝોનમાં ટેક્સીઓ અને કેબ એગ્રીગેટરોને ફક્ત 1 ડ્રાઇવર અને 2 યાત્રી સાથે મંજૂરી આપવામાં આવશે. ઓરેન્જ ઝોનમાં વ્યક્તિઓ અને વાહનોનું અંતર જિલ્લા અવરજવરને થોડી ગતિવિધિઓ માટે મંજૂરી આપવામાં આવશે. ચાર
પૈડાના વાહનમાં વધારેમાં વધારે 2 યાત્રી રહેશે.
