દેશમાં લોકોએ સાવધાની સાથે નવા વર્ષની કરી ઉજવણી
Live TV
-
બાબા વિશ્વનાથની નગરી કાશીમાં લોકોએ નૂતન વર્ષની શરૂઆત ગંગા આરતીથી કરી હતી. કડકડતી ઠંડીમાં લોકોએ નવા વર્ષની પ્રભાતે માતા ગંગાના દર્શન કર્યા હતા. સમગ્ર દેશમાં લોકોએ કોરોના કાળની સાવધાનીઓ વચ્ચે નવા વર્ષનો જશ્ન મનાવ્યો હતો.
બાબા વિશ્વનાથની નગરી કાશીમાં લોકોએ નૂતન વર્ષની શરૂઆત ગંગા આરતીથી કરી હતી. કડકડતી ઠંડીમાં લોકોએ નવા વર્ષની પ્રભાતે માતા ગંગાના દર્શન કર્યા હતા. સમગ્ર દેશમાં લોકોએ કોરોના કાળની સાવધાનીઓ વચ્ચે નવા વર્ષનો જશ્ન મનાવ્યો હતો. ગોવાના પાટનગરમાં પુરા ઉત્સાહ સાથે નૂતન વર્ષને વધાવી લેવામાં આવ્યું હતું. જમ્મૂ કાશ્મીરના ગુલમર્ગમાં સંગીતના તાલે નૃત્ય કરીને લોકોએ નૂતન વર્ષને વધાવી લીધું હતું. કોલકતામાં પણ લોકોએ ભારે ઉત્સાહપુર્વક નૂતન વર્ષને વધાવી લીધું હતું. દિલ્હીમાં નવા વર્ષને વધાવી લેતાં ગુરૂદ્વારા પર રોશની કરવામાં આવી હતી. ગુરૂદ્વારા બંગલાસાહિબ રંગબેરંગી રોશનીથી ઝગમગી રહ્યો હતો. દિલ્હીમાં કેથેડ્રોલ ચર્ચ પર પણ રંગબેરંગી રોશનીનો નજારો હતો.
