દેશમાં વેક્સીન અભિયાન અંતર્ગત અત્યાર સુધી 17,01,53,000 લોકોને કોરોના વેક્સીન આપવામાં આવી
Live TV
-
અત્યાર સુધીમાં 30 રાજ્યો અને કેન્દ્રીયશાસિત પ્રદેશોમાં 18 વર્ષથી 44 વર્ષ સુધીની ઉંમર ધરાવતા 20 લાખથી વધારે લોકો વેક્સીનનો પ્રથમ ડોઝ લઇ ચૂક્યાં છે
દેશમાં વેક્સીન અભિયાન અંતર્ગત અત્યાર સુધી 17 કરોડ એક લાખ 53 હજાર લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. ગઇ કાલે 18 વર્ષથી 44 વર્ષના 2 લાખ 43 હજાર કરતાં વધારે લોકોને વેક્સીન આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં 30 રાજ્યો અને કેન્દ્રીયશાસિત પ્રદેશોમાં 18 વર્ષથી 44 વર્ષ સુધીની ઉંમર ધરાવતા 20 લાખથી વધારે લોકો વેક્સીનનો પ્રથમ ડોઝ લઇ ચૂક્યાં છે. દેશમાં 95 લાખથી વધારે સ્વાસ્થ્ય કર્મચારીઓને કોવિડ વેક્સીનનો પ્રથમ ડોઝ અને 64 લાખ સ્વાસ્થ્ય કર્મચારીઓને કોવિડ વેક્સીનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
જ્યારે એક લાખ 40 હજારથી વધારે ફ્રન્ડ લાઇન વર્કરોને વેક્સીનનો પહેલો અને 17 લાખ 54 હજાર ફ્રન્ડ લાઇન વર્કર્સને વેક્સીનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ વેક્સીન અભિયાનને સફળ બનાવવા પ્રયત્નો થઇ રહ્યાં છે. કોરોના કેસના આંકડાની વાત કરીએ તો છેલ્લાં 24 કલાકમાં 3 લાખ 66 હજાર 161 કેસ નોંધાયા છે. આજથી તામિલનાડુ, કર્ણાટક અને રાજસ્થાનમાં 24 મે સુધી સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તરપ્રદેશમાં આજે કર્ફ્યુ સમાપ્ત થઇ રહ્યો હતો, પરંતુ વધતાં જતાં કેસને ધ્યાનમાં રાખીને 17 મેં સુધી લંબાવવામાં આવ્યો છે. હરિયાણામાં પણ પરિસ્થિતિને ધ્યાનમાં લઇ 17 મે સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે.
