Skip to main content
Settings Settings for Dark

આજે હેમંતા બિશ્વા શર્માએ આસામના મુખ્યમંત્રી પદની શપથ લીધી

Live TV

X
  • આસામમાં સતત બીજી વખત સ્પષ્ટ બહૂમતિ સાથે ભાજપની સરકાર બની છે. ગઈકાલે ભાજપના ધારાસભ્યદળની બેઠક યોજાઈ હતી જેમાં હેમંતા બિસ્વા શર્માને ધારાસભ્યદળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં  કેન્દ્રિય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર, તથા અરુણ સિંહ , હાજર રહ્યાં હતા. આ ઉપરાંત, વરિષ્ઠ નેતા, બી એલ સંતોષ, અને વિજયન્તા જય પાંડા પણ ઉપસ્થિત હતા. આ પહેલા વર્તમાન મુખ્યમંત્રી, સર્વાનંદ સોનોવાલે, રાજ્યપાલ જગદીશ મુખીને, રાજીનામું આપ્યું હતું. જલુકબાડી વિધાનસભા ક્ષેત્રથી ચૂંટાયેલ,  હેમંતા બિસ્વા સરમા, 2015માં,  ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. આ પહેલા તેઓ  ભાજપની સર્બાનંદ સોનોવાલ સરકારમાં નાયબ મુખ્યમંત્રી હતા અને તે પહેલા તરુણ ગોગોઇના નેતૃત્વવાળી સરકારમાં , ઘણા મહત્વના પદ પર રહી ચુક્યા છે. આજે હેમંતા બિશ્વા શર્માએ આસામના મુખ્યમંત્રી પદની શપથ લીધી હતી. રાજ્યપાલ જગદીશ મુખીએ હિમંતા બિશ્વા શર્માને શપથ અપાવી હતી. આ શપથ સમારંભમાં ભાજપના પ્રેસીડન્ટ જે.પી.નડ્ડા હાજર રહ્યાં હતાં. કોવિડ મહામારીને ધ્યાનમાં રાખીને ગણ્યાં ગાંઠ્યાં લોકોની હાજરીમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, એમાં કોવિડની ગાઇડ લાઇનનું પાલન કરવામાં આવ્યું હતું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply