મેડિકલ ઓક્સિજન દેશભરમાં પૂરો પાડવા સુપ્રિમકોર્ટે કરી રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સની 12 સભ્યોની રચના
Live TV
-
મેડિકલ ઓક્સિજન દેશભરમાં યોગ્ય રીતે પૂરો પાડવાના હેતુથી સુપ્રિમકોર્ટે 12 સભ્યોની રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સની રચના કરી છે. પશ્ચિમ બંગાળના સ્વાસ્થ્ય વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના પૂર્વ ઉપકુલપતિ ભવતોષ બિસ્વાસ, દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલના દેવી પ્રસાદ શેટ્ટી જેવા લોકો ટાસ્ક ફોર્સના સભ્ય છે. 12 સભ્યોની બનેલ રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ પણ સામેલ થયા હતાં. આ બેઠકમાં ઓક્સિજન નિર્માણની ક્ષમતાને વધારવા અને ઓક્સીજનના વિતરણને લઇને વિવિધ મંત્રાલય અને વિભાગોના કાર્યો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત ઓક્સિજન ઉત્પાદન, ઉપલબ્ધતા અને વ્યવસ્થા સાથે જોડાયેલા તમામ પાસાઓ અંગે વાતચીત થઇ હતી. કોરાના મહામારીમાં મેડિકલ ઓક્સિજનની અછતને પૂરી કરી શકાય એ માટે પૂરતાં પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે.
