કોરોનાની બીજી લહેરના સંકટ સમયે આંતરરાષ્ટ્રીય મદદ મેળવતું ભારત
Live TV
-
કોરોનાની બીજી લહેરમાંથી બહાર આવવા માટે ભારતને આંતરરાષ્ટ્રીય મદદ મળી રહી છે. સંકટના સમયે ભારતને વિશ્વના દેશોથી સહયોગ મળી રહ્યો છે. ઇઝરાઇલ દ્વારા 1300 ઓક્સિજન કોન્સન્ટ્રેટર અને 400 જીવન રક્ષક ઉપકરણ પ્રાપ્ત થયા છે. આ પહેલાં પણ ઇઝરાઇલથી ભારતને મદદ મળી ચૂકી છે. બ્રિટન પણ ભારતને મદદ કરી રહ્યું છે. 1 હજાર વેન્ટિલેટર્સની ખેપ અને 3 ઓક્સિજનની ખેપ ભારતમાં પહોંચાડવામાં આવી છે. એક ઓક્સિજન ખેપમાં 500 લિટર ઓક્સિજન ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. દક્ષિણ કોરિયા પણ ભારતની વહારે આવ્યું છે. 30 ઓક્સિજન કોન્સન્ટ્રેટર અને 200 ઓક્સિજનની ખેપ આજે ભારત પહોંડવામાં આવી છે.
