દેશમાં અત્યાર સુધી કુલ 17 કરોડ 27 લાખથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું
Live TV
-
સોમવારે દેશભરમાં 25 લાખથી વધુ વેક્સિન ડોઝ આપવામાં આવ્યા હતા
કોવિડ સામેના જંગમાં દેશે રસીકરણને મોરચે મહત્વપુર્ણ ઉપલબ્ધિ હાંસલ કરી છે. દેશમાં 17 કરોડ 27 લાખથી વધુ લોકોને વેક્સિન ડોઝ લાગી ચુક્યા છે. સોમવારે દેશભરમાં 25 લાખથી વધુ વેક્સિન ડોઝ આપવામાં આવ્યા હતા. 18 વર્ષથી 44 વર્ષ વચ્ચેના 25 લાખ 52 હજારથી વધુ લોકો વેક્સિનનો પ્રથમ ડોઝ લઇ ચુક્યા છે. કેન્દ્ર સરકારે રાજ્યોને 18 કરોડ વેક્સિન ડોઝ રાજ્યોને વિનામુલ્યે ઉપલબ્ધ કરાવ્યા છે. રાજ્યો પાસે હજી એક કરોડથી વધુ વેક્સિન ડોઝ ઉપલબ્ધ છે. આગામી ત્રણ દિવસમાં રાજ્યોને 9 લાખથી વધુ વેક્સિન ડોઝ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
વીતેલા 24 કલાકમાં કોરોનાના 3 લાખ 29 હજારથી વધુ કેસ સામે આવ્યા
દેશભરમાં કોરોનાના કેસમાં રાહત મળી છે. વીતેલા 24 કલાકમાં કોરોનાના 3 લાખ 29 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. દેશમાં સક્રીય કેસની કુલ સંખ્યા 37 લાખ 15 હજારથી વધુ છે. સક્રીય કેસોનો દર 16.16 ટકા છે. વીતેલા 24 કલાકમાં દેશમાં 3876 મૃત્યુ નોંધાયા છે. મૃત્યુદર ઘટીને 1.09 ટકા થયો છે. દેશના વિવિધ રાજ્યોમાં કોરોના કેસની સંખ્યા ઘટતાં કોરોના સામેના જંગમાં થોડી રાહત મળી છે. દેશના સૌથી વધુ સંક્રમિત રાજ્ય મહારાષ્ટ્રમાં 40 દિવસ પછી 40 હજારથી ઓછા કેસ નોંધાયા છે. સોમવારે મહારાષ્ટ્રમાં 37 હજાર 236 કેસ સામે આવ્યા હતા. દિલ્હીમાં પણ સંક્રમણની ગતિ ઘટી છે. વીતેલા 24 કલાકમાં અહીં 12 હજાર 651 કેસ સામે આવ્યા હતા. કેરળમાં પણ કોરોનાના નવા 27 હજાર 487 કેસ સામે આવ્યા છે. કર્ણાટક અને મધ્યપ્રદેશમાં પણ નવા કેસની સંખ્યા ઘટી છે.
