જમ્મૂ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા
Live TV
-
આતંકવાદીઓની હાજરી વિષે બાતમી મળતાં સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું
જમ્મૂ-કાશ્મીરના અનંતનાગ ખાતે આજે સવારે સુરક્ષા દળો અને આતંકવાદી વચ્ચે શરૂ થયેલી અથડામણમાં સુરક્ષાદળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આતંકવાદીઓની હાજરી વિષે બાતમી મળતાં સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તે દરમિયાન આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરતાં અથડામણ સર્જાઇ હતી. વિસ્તારમાં સર્ચ ઓપરેશન હજી પણ ચાલી રહ્યું છે.
