Skip to main content
Settings Settings for Dark

દેશમાં સતત ચોથા દિવસે કોરોના સંક્રમણનો આંક સાડા ત્રણ લાખને પાર

Live TV

X
  • છેલ્લાં 24 કલાકમાં દેશમાં નોંધાયા 3 લાખ 52 હજારથી વધુ નવા કેસ અને 2 લાખ 18 હજાર 561 દર્દીઓ થયાં કોરોના મુક્ત. વધતાં કોરોના સંક્રમણના કેસ વચ્ચે દેશમાં વેગવંતુ બન્યું રસીકરણ અભિયાન, અત્યાર સુધીમાં 14 કરોડ 19 લાખથી વધુ લોકોને અપાઈ કોરોના વિરોધી રસી

    દેશમાં સતત ચોથા દિવસે કોરોના સંક્રમણનો આંક 3 લાખને પાર થયો છે. દેશભરમાંથી કોરોનાના છેલ્લાં 24 કલાકમાં 3 લાખ 54 હજાર 653 નવા કેસ નોંધાયા છે, જ્યારે 2 હજાર 808 લોકોના કોરોનાથી મૃત્યુ થયાં છે. તો બીજી તરફ 2 લાખ 18 હજાર 624 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે. છેલ્લાં 24 કલાકમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ, 66 હજાર 191 કેસ નોંધાયા છે. જ્યારે ઉત્તરપ્રદેશમાં 35 હજાર 311, કર્ણાટકમાં 34 હજાર 804, કેરળમાં 28 હજાર 469,  દિલ્હીમાં 22 હજાર 933 અને છત્તિસગઢમાં 12 હજાર 666 નવા કેસ નોંધાયા છે.
    દેશમા અત્યાર સુધીમાં કુલ 14 કરોડ 19 લાખ 11 હજાર 223 લોકોને કોરોના વેક્સીનનો ડોઝ આપવામાં આવ્યો છે. હાલ દેશભરમાં પૂરજોશથી ચાલી રહેલા રસીકરણ અભિયાન વચ્ચે ભારત બાયોટેકે તેની રસી 'કોવેક્સિન' ની કિંમત નક્કી કરી છે. આ કિંમત રાજ્ય સરકાર માટે 600 રૂપિયા પ્રતિ ડોઝ, જ્યારે ખાનગી હોસ્પિટલ માટે 1200 રૂપિયા પ્રતિ ડોઝ રાખવામાં આવી છે. તો નિકાસ માટે 15 થી 20 ડોલર નક્કી કરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-07-2026 Max Temp : °C Min Temp : °C
apply