Skip to main content
Settings Settings for Dark

પશ્ચિમ બંગાળ: વિધાનસભા ચૂંટણીના સાતમાં તબક્કાનું ચાલી રહ્યું છે મતદાન

Live TV

X
  • આજે પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીના સાતમાં તબક્કામાં 5 જિલ્લાની 34 સીટો પર આજે થઇ રહ્યું છે મતદાન

    છેલ્લા ઘણા સમયથી પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી માટે અલગ અલગ તબક્કામાં મતદાન થયું છે ત્યારે આજે પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના સાતમાં તબક્કાનું મતદાન થઇ રહ્યું છે. આજે 5 બંગાળના જિલ્લાઓમાં વિધાનસભાની કુલ 34 બેઠકો માટે વહેલી સવારે 7 વાગ્યાથી જ મતદાન શરુ થઇ ગયું છે, જે સાંજે સાડા છ વાગ્યા સુધી ચાલશે. ભારતીય ચૂંટણી આયોગ દ્વારા આ સાતમાં તબક્કાના મતદાન માટે સીઆરપીએફની 653 કંપનીઓ ગોઠવી છે. ગત 6 તબક્કાઓમાં થયેલા મતદાન અંતર્ગત વિધાનસભાની કુલ 294 બેઠકોમાંથી 223 બેઠકો પર મતદાનની પ્રક્રિયા પુરી કરી દેવામાં આવી છે. પ્રવર્તમાન કોરોના મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચૂંટણી આયોગ દ્વારા પ્રત્યેક મતદાન કેન્દ્ર પર વધુમાં વધુ 1500 મતદાતાઓને ઘટાડીને તેના બદલે હવે ફક્ત એક હજાર મતદારોને જ મત આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. બંગાળ વિધાનસભાની ચૂંટણીના આ સાતમાં તબક્કા અંતર્ગત કુલ 34 સીટો માટે 37 મહિલા ઉમેદવારો સહિત કુલ 268 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-07-2026 Max Temp : °C Min Temp : °C
apply