દેશમાં સતત ત્રીજા દિવસે કોરોનાના 1 લાખથી ઓછા કેસ નોંધાયા
Live TV
-
દેશમાં કોરોના સક્રિય કેસની સંખ્યા સતત ઘટી રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં વીતેલા 24 કલાકમાં 94 હજાર 52 નવા કેસ નોંધાયા હતા. દેશમાં કુલ સક્રિય કેસની સંખ્યા પણ ઘટીને 11 લાખ 67 હજાર થઇ ગઇ છે. સતત દસમાં દિવસે સક્રિય કેસની સંખ્યા 20 લાખથી ઓછી થઇ ગઇ છે. છેલ્લા 24 કલાકમાં એક લાખ 51 હજાર 367 દર્દી સાજા થતાં રીકવરી રેટ વધીને 94.77 ટકા થયો છે.તથા 6 હજાર 148 દર્દીઓના કોરોનાથી મૃત્યુ નોંધાયા હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા 15 દિવસથી પોઝિટિવ રેટ 10 ટકાથી ઓછો છે. ટેસ્ટિંગની ગતિ પણ વધી છે. દેશમાં અત્યાર સુધી 24 કરોડ 27 લાખ 26 હજારથી વધુ લોકોને વેક્સિન ડોઝ અપાઇ ચૂક્યા છે. બુધવારે 33 લાખ 79 હજારથી વધુ લોકોને વેક્સિન ડોઝ અપાયા હતા. સંક્રમણ ઓછું થતા વિવિધ રાજ્યોમાં પણ પ્રતિબંધોમાં છૂટ આપવામાં આવી રહી છે.બિહાર અને ઉત્તરપ્રદેશ અનલોકની શરૂઆત થઇ ચૂકી છે..બન્ને રાજ્યોમાં માત્ર રાત્રિ કરફ્યૂ યથાવત રખાયો છે. જ્યારે રાજસ્થાનમાં પણ અનલોકની પ્રક્રિયા શરુ થઈ છે. કર્ણાટકમાં 14 જૂનથી પાંચ તબક્કે અનલોક શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે.
