દેશમાં સતત 11માં દિવસે પણ 50 હજારથી ઓછા કેસ સામે આવ્યા
Live TV
-
દેશમાં કોરોના સામેની લડાઈ સતત ચાલી રહી છે. ત્યારે સતત 11 દિવસે પણ 50 હજારથી ઓછા કેસ સામે આવ્યા છે.આરોગ્ય મંત્રાલયના પ્રયાસોને કારણે સતત સફળતાઓ મળી રહી છે.
દેશમાં રિકવરી રેટ વધીને 93.58 ટકા થયો છે. છેલ્લા 24 કલાકમાં 44 હજાર 739 લોકો સ્વસ્થ થયા છે. જ્યારે અત્યાર સુધી કુલ 83 લાખ 35 હજાર 109 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તો છેલ્લા 24 કલાકમાં 474 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે.
દિલ્હીમાં લગ્ન સમારંભમાં મહેમાનોની સંખ્યામાં કાપ
દેશમાં કુલ એક લાખ 31 હજાર 578 લોકોના મૃત્યુ થતાં મૃત્યુદર 1.47 ટકા થયો છે. વાત જો એક્ટિવ કેસની કરીએ તો દેશમાં હાલ 4 લાખ 43 હજાર 303 લોકો કોરોના પોઝિટિવ છે. તો સરકાર દ્વારા રેકોર્ડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. 17 નવેમ્બર સુધી દેશમાં 12 કરોડ 74 લાખ 80 હજાર 186 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. બીજી તરફ દિલ્લીમાં વધતા કોરોના કેસને લઈ લગ્ન સમારંભમાં મહેમાનોની સંખ્યામાં કાપ મુકવામાં આવ્યો છે.
200ની જગ્યાએ માત્ર 50 લોકોને જ લગ્નમાં હાજર રહેવાની મંજૂરી
હવે 200ની જગ્યાએ માત્ર 50 લોકોને જ લગ્નમાં હાજર રહેવાની મંજૂરી આપવામાં આવશે. વાત વિશ્વની કરીએ તો વિશ્વ હાલ સૌથી વધારે પ્રભાવિત દેશ અમેરિકા છે.અમેરિકામાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ છે ,જેના કારણે, ચિંતામાં વધારો થયો છે.ન્યૂયોર્કની પબ્લિક સ્કૂલ ,બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.અમેરિકાની હોસ્પિટલોમાં ,રેકોર્ડ દર્દીઓ ,ભરતી થયા છે.ત્યારે પદનામિત રાષ્ટ્રપતિ ,જો બાઈડને ,ટ્રમ્પ સરકાર પર ,ગંભીર આક્ષેપ લગાવ્યા છે.બાઈડને કહ્યું કે ટ્રમ્પ તંત્ર દ્વારા ,તેમની જીતને ન સ્વીકારવાથી ,કોરોની સામેની લડાઈ ધીમી પડી રહી છે.
