જમ્મુ કાશ્મીરના નાગરોટામાં સુરક્ષાદળોએ ચાર આતંકવાદીઓ ઠાર માર્યા
Live TV
-
જમ્મુ કશ્મીરમાં સુરક્ષાદળો દ્વારા આતંકવાદીઓ સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આજે જવાનોને એક મોટી સફળતા મળી છે.
ચાર આતંકીઓને સુરક્ષાદળોએ ઠાર કરી દીધા
નાગરોટામાં ચાર આતંકીઓને સુરક્ષાદળોએ ઠાર કરી દીધા છે અને હજુ પણ શોધખોળ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
સમગ્ર વિસ્તારને સીલ કરી ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે
સેના દ્વારા સમગ્ર વિસ્તારને સીલ કરી ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. તો હાલ પુરતો જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગને લોકોની અવર જવાર માટે બંધ કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી જમ્મુ કશ્મીરમાં સેના દ્વારા આતંકીઓ વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં એક બાદ એક સફળતાઓ મળી રહી છે.
