આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બેંગલુરૂ ટેક સમિટ-2020નું ઉદ્ધાટન કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બેંગલુરૂ ટેક સમિટ-2020 નું ઉદ્ધાટન વિડિયો કોન્ફરન્સ દ્વારા કરશે. બેંગલુરૂ ટેક સમિટ 19 થી 21 નવેમ્બર સુધી ચાલશે.
'નેકસ્ટ ઇઝ નાવ' છે સંમેલનનો મુખ્ય વિષય
આ વર્ષે સંમેલનનો મુખ્ય વિષય નેકસ્ટ ઇઝ નાવ છે. આ સમિટમાં કોરોના મહામારી બાદ સામે આવતા મુખ્ય પડકારો તેમજ સુચના પ્રોધ્યોગીકી તેમજ બાયો ટેકનોલોજીમાં મુખ્ય પ્રોદ્યોગીકી અને નવી ટેકનોલોજીના પ્રભાવ ઉપર ચર્ચા થશે. બેંગલુરુ ટેક સમિટમાં ઓસ્ટ્રેલીયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરીસન તેમજ સ્વીસ કોન્ફડરેશનના ઉપાધ્યક્ષ ગાઇ પારમેલીન અને અન્ય ગણમાન્ય હસ્તીઓ ભાગ લેશે.
સમિટમાં ઘણા દેશો સાથે એમ.ઓ.યુ થઇ શકે છે.
આ ઉપરાંત આ સમિટમાં ભારત ઉપરાંત વિશ્વના અગ્રણી વિચારક, ઉદ્યોગ જગતના ટેકનીકલ વિશેષજ્ઞ, નિતિ નિર્માતા, અને શિક્ષણવિદો સામેલ થશે. આ સમિટમાં ઘણા દેશો સાથે એમ.ઓ.યુ થઇ શકે છે. જેનાથી કર્ણાટકમાં રોકાણનો માર્ગ મોકળો થશે. આ સમિટનું આયોજન કર્ણાટક સરકાર તેમજ પ્રોદ્યોગીકી સોસાયટી, કર્ણાટક સરકારના ઇન્ફરમેશન ટેકનોલોજી સબંધી ગૃપ બાયો ટેકનોલોજી એન્ડ સ્ટાર્ટપ, સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક ઓફ ઇન્ડિયા, ના સહયોગથી કરાયું છે.
