રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જેએનયુના ચોથા વાર્ષિક દિક્ષાંત સમારોહને કર્યો સંબોધિત
Live TV
-
બુધવારે દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીનો ચોથો દીક્ષાંત સમારોહ યોજાયો હતો. જેમાં મુખ્ય અતિથિ તરીકે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વર્ચ્યૂઅલ માધ્યમથી હાજર રહ્યા હતા. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ સંબોધન કરતા કહ્યું કે, જેએનયુના વિદ્યાર્થીઓએ દેશ અને વિદેશમાં ખૂબ જ ખ્યાતિ મેળવી છે. જેનું ઉત્તમ ઉદાહરણ છે દેશના કેન્દ્રિય નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને વિદેશ મંત્રી એસ.જયશંકર કે જેઓ જેએનયુના પૂર્વ વિદ્યાર્થી હતા. જેએનયુએ દેશના વિકાસમાં મોટો ફાળો આપ્યો છે. જેએનયુએ નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રિડિટેશન તરફથી સૌથી વધારે રેન્કિંગ મેળવ્યું છે. વર્ષ 2017માં ભારતના રાષ્ટ્રપતિ તરફથી પણ જેએનયુને બેસ્ટ યુનિવર્સિટી ઓફ ઈન્ડિયાનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. જેએનયુના અનેક વિદ્યાર્થીએ રાજકીય ક્ષેત્રે, શૈક્ષણિક ક્ષેત્રે, સાયન્સ એન્ડ ટેક્નોલોજી, સિવિલ સર્વિસીઝ અને મીડિયામાં પોતાની અલગ છાપ છોડી છે.
