ઉત્તરપ્રદેશ: વિશ્વ વિદ્યાલયો અને ડિગ્રી કોલેજ આ મહિનાની 23મી તારીખથી ફરીથી શરૂ કરવામાં આવશે
Live TV
-
ઉત્તરપ્રદેશમાં વિશ્વ વિદ્યાલયો અને ડિગ્રી કોલેજ આ મહિનાની 23મી તારીખથી ફરીથી શરૂ કરાશે. રાજય સરકારે વિશ્વ વિદ્યાલય અનુદાન આયોગ (યુજીસી) ધ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા દિશા નિર્દેશો મુજબ આ આદેશ કરવામાં આવ્યો છે. રાજય સરકારે પ્રત્યેક વર્ગમાં કુલ સંખ્યાના 50% વિદ્યાર્થીઓને બોલાવવાની પરવાનગી આપી છે. રાજયમાં કોવિડ-19 મહામારીને કારણે વિશ્વ વિદ્યાલય અને કોલેજો માર્ચ મહિનાથી બંધ હતા. ઉચ્ચશિક્ષણ સંસ્થાઓએ કહયું છે કે, કેમ્પસમાં ભીડ ઉપર નિયંત્રણ રાખવા તબકકાવાર વિદ્યાર્થીઓને બોલાવવામાં આવશે.
વિશ્વવિદ્યાલયો અને ડીગ્રી કોલેજોમાં આવનાર દરેક વિદ્યાર્થીઓએ માસ્ક પહેરવુ પડશે, સેનેટાઇઝરનો ઉપયોગ કરવો પડશે,એકબીજાથી સુરક્ષિત અંતર જાળવી રાખવું પડશે, થર્મલ ગન અને હાથ ધોવા અંગેની વ્યવસ્થા કરવી પડશે. છાત્રાલયોને પણ ફરી શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે અને ત્યાં પણ કોવિડ-19 અંગેના તમામ દિશા નિર્દેશોનું પાલન કરવુ પડશે.
