કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરીયાલે લીલાવતી પુરસ્કાર 2020નો કરાવ્યો પ્રારંભ
Live TV
-
કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરીયાલ નિશંકે વીડિયો માધ્યમથી લીલાવતી પુરસ્કાર 2020નો પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમ અખિલ ભારતીય તકનીકી શિક્ષણ પરિષદે મહિમા સશક્તિકરણ માટે શરૂ કરેલી પહેલ છે. જેનો ઉદ્દેશ મહિલાઓમાં સ્વચ્છતા, આરોગ્ય, પોષણ, સાક્ષરતા, રોજગાર જેવા મુદ્દે જાગૃતતા વધારવાનો છે. આ પ્રસંગે નિશંકે મહિલાઓને આત્મનિર્ભર, નિડર અને સફળ બનાવવા તેમને ગુણવત્તા યુક્ત શિક્ષણ ઉપલબ્ધ કરાવવાની જરૂરિયાત પર ભાર મુક્યો તેમણે કહ્યું કે, મહિલા સશક્તિકરણ સરકારની ટોચની પ્રાથમિકતા છે અને સરકારે મહિલાઓના કલ્યાણ અને વિકાસ માટે અનેક પહેલ શરૂ કરી છે. તેમણે કહ્યું કે, લીલાવતી પુરસ્કાર 2020થી AICTEએ મહિલા સશક્તિકરણની દિશામાં મહત્વપૂર્ણ પહેલ શરૂ કરી છે.
