PM મોદીએ ત્રીજી વાર્ષિક બ્લુમબર્ગ ન્યુ ઇકોનોમિક ફોરમને સંબોધન કર્યું
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રીજી વાર્ષિક બ્લુમબર્ગ ન્યુ ઇકોનોમિક ફોરમને સંબોધિત કર્યુ હતું. તેમણે રોકાણકારોને ભારતમાં મૂડીરોકાણ કરવા આમંત્રિત કર્યા હતા. પ્રધાનમંત્રીએ તેમના વક્તવ્યમાં દુનિયામાં વધતા શહેરીકરણના પડકારો પર ભાર મૂક્યો હતો. વધુમાં પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, ભારત અર્બન ટ્રાન્સફોર્મેશનની દિશામાં આગળ વધી રહ્યુ છે. આ સંબોધનમાં તેમણે ભારતમાં નિર્માણ પામતા ૧૦૦ સ્માર્ટ સિટીની વિસ્તૃત જાણકારી પણ આપી હતી.જેમાં ભારતના ભોપાલ, ભુવનેશ્વર,પુણે,જયપુર,સુરત લુધિયાણા,કોચી, અમદાવાદનો સમાવેશ મુખ્ય સમાર્ટ સીટીમાં થાય છે મૂડી રોકાણ રોજગારીની નવી તકો ઉભી થાય.
