પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાયડન સાથે ટેલિફોનિક વાત કરી
Live TV
-
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાયડન સાથે ફોન પર વાત કરીને અને તેમને જીત માટે અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રીએ આ વાત જાણકારી તેમના ટ્વીટર હેન્ડલ પર શેર કરી હતી. તેમણે ટ્વીટમાં જણાવ્યું , કે અમે ભારત-અમેરિકા વચ્ચે વ્યૂહાત્ક ભાગીદારીને લઇ દ્રઢ પ્રતિબદ્ધતા પુનરાવર્તિત કરી હતી.
આ ઉપરાંત કોવિડ ૧૯ મહામારી, જળ વાયુ પરિવર્તન, ભારત-પ્રશાંત ક્ષેત્રમાં સહયોગ જેવા વિષયો પર પણ ચર્ચા થઇ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ , અમેરિકાના નવ નિયુક્ત ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસને પણ શુભેચ્છા પાઠવી હતી. તેમની ઉપલબ્ધિઓનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યુ હતુ કે, તેમની સફળતા ભારતીય-અમેરિકી સમુદાયના સભ્યો માટે ખૂબ જ ગર્વ અને પ્રેરણાનો વિષય છે. જે ભારત-અમેરિકા સંબંધો માટે શક્તિનો મોટો સ્ત્રોત છે
