પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 12મા બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લીધો
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રશિયાના યજમાન પદે મળેલા 12મા બ્રિક્સ શિખર સંમેલનમાં વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ભાગ લીધો હતો. સંમેલનમાં વૈશ્વિક સ્થિરતા, સહિયારી સુરક્ષા તેમજ પરિવર્તનાત્મક વિકાસને મુદ્દે ચર્ચા થઇ હતી. પ્રધાનમંત્રી મોદીએ સંમેલનને સંબોધન કરતાં જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં ફેરફાર જરૂરી છે. વિશ્વ વેપાર સંગઠનમાં પણ સુધારા જરૂરી છે. પ્રધાનમંત્રી મોદીએ આતંકવાદ સૌથી મોટી સમસ્યા હોવાનું કહેતાં જણાવ્યું હતું કે આતંકવાદને સમર્થન અને સહયોગ આપનારા દેશોને દોષિત ઠેરવવા જોઇએ. આ શિખર બેઠકમાં ચીનના પ્રમુખ શી જિનપિંગ, બ્રાઝિલના પ્રમુખ જેયર બોલસોનારો અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન પણ ભાગ લઇ રહ્યા છે. ભારત આગામી વર્ષે 2021માં બ્રાઝિલ, રશિયા, ચીન, ભારત અને દક્ષિણ આફ્રિકાના બનેલા બ્રિક્સ સંગઠનનું અધ્યક્ષપદ સંભાળવા જઇ રહ્યું છે. વર્ષ 2021માં ભારત બ્રિક્સ બેઠકનું આયોજન કરશે.
