દેશમાં 16 રાજ્યોમાં કોરોનાનો પોઝિટિવિટી આંક ઘણો ઊંચોઃ કેન્દ્રિય આરોગ્ય મંત્રી
Live TV
-
કેન્દ્રિય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને આજે કોવિડ-19 સંદર્ભે 27મી ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સની બેઠકને સંબોધી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, દેશમાં 16 રાજ્યોમાં કોરોનાનો પોઝિટિવિટી આંક ઘણો ઊંચો છે. જેમાં કર્ણાટક, કેરલ, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ કશ્મીર, હિમાચલ પ્રદેશ, ગોવા, મણિપુર, પુડુચેરી, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, સિક્કિમ અને લક્ષદીપનો સમાવેશ થાય છે. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, દેશમાં અત્યાર સુધીમાં 19 કરોડ 60 લાખ 51 હજાર 962 વ્યક્તિઓને રસીના ડોઝ અપાયા છે. દેશના વિવિધ રાજ્યોમાં 1 કરોડ 60 લાખ 57 હજાર 858 ડોઝ ઉપલબ્ધ છે. આગામી બે -ત્રણ દિવસમાં વધુ 21 લાખ 8 હજાર 160 ડોઝનો જથ્થો વિવિધ રાજ્યોને પહોંચાડવામાં આવશે.
