દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 79,476 કેસ નોંધાયા, સ્વસ્થ થવાનો દર 83.84%
Live TV
-
સરકાર દ્વારા લેવાઇ રહેલા સઘન પગલાંને કારણે દેશમાં કોરોનાને માત આપીને સ્વસ્થ થતાં દર્દીઓના દરમાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે આપેલી માહિતી મુજબ દેશમાં કોરોનાથી સ્વસ્થ થવાનો દર 83.84% થઈ ગયો છે. અત્યાર સુધીમાં 54,27,706 દર્દી કોરોનાને માત આપીને સ્વસ્થ થઈ ચુક્યાં છે. છેલ્લાં 24 કલાકમાં 75,628 લોકો કોરોનાને માત આપીને સાજા થયાં છે. હાલ દેશમાં 9,44,996 સક્રિય કેસ છે.
દેશમાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ 1,00,842 લોકોનાં મૃત્યુ નોંધાઇ ચુક્યા છે. વીતેલા 24 કલાકમાં કુલ 1069 મૃત્યુ નોંધાયા હતા. જો કે કોરોનાથી થતાં મૃત્યુનો દર ઘટીને 1.56% થયો છે.
દેશમાં સેમ્પલ ટેસ્ટિંગનું પ્રમાણ સતત વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 11,32,675 સેમ્પલનું ટેસ્ટિંગ થયું છે. દેશભરમાં અત્યાર સુધીમાં કુલ 7,78,50,403 સેમ્પલ ટેસ્ટ થઇ ચુક્યા છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સૌથી વધુ કેસ નોંધાયા છે.