દેશમાં 24 કલાકમાં કોરોનાના 13,166 નવા કેસ નોંધાયા, 302 દર્દીના મૃત્યુ
Live TV
-
દેશમાં કોરોનાના નવા કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશભરમાં 24 કલાકમાં કોરોનાના નવા 13,166 કેસ નોંધાયા છે. દેશમાં 24 કલાકમાં કોરોનાથી 302 દર્દીના મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 26,988 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યાર સુધી દેશમાં કુલ 4,22,46,884 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે.
હાલમાં દેશમાં કોરોનાના સક્રિય કેસ 1,34,235 છે. દેશભરમાં 24 કલાકમાં 32,04,426 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે અને અત્યાર સુધી દેશમાં કોરોનાનું રસીકરણ 176.86 કરોડથી વધુને પાર થયું છે. દેશમાં 24 કલાકમાં 10,30,016 લોકોના કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે અને અત્યાર સુધી દેશભરમાં 76.45 કરોડ લોકોના કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. કોરોનાનો દૈનિક પોઝિટિવીટી રેટ 1.28% છે અને સાપ્તાહિક પોઝિટિવીટી રેટ 1.48% છે. હાલમાં દેશનો કોરોનાનો રિક્વરી રેટ 98.49% છે.
