દેશમાં 28 જાન્યુઆરી સુધીમાં કુલ 25.7 લાખથી વધુ લોકોને રસી અપાઈ
Live TV
-
દેશમાં કોરોના પર કાબુ મેળવવા માટે રસીકરણનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. જે અનુસાર 28 જાન્યુઆરી સુધીમાં કુલ 25 લાખ 7 હજાર 556 લોકોને રસી આપવામાં આવી
દેશમાં કોરોના પર કાબુ મેળવવા માટે રસીકરણનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. જે અનુસાર 28 જાન્યુઆરી સુધીમાં કુલ 25 લાખ 7 હજાર 556 લોકોને રસી આપવામાં આવી ચુકી છે.. સરકારે જણાવ્યું છે કે, ભારતે દુનિયામાં સૌથી વધુ 10 લાખ લોકોને રસી આપી છે.. આરોગ્યમંત્રી ડો. હર્ષવર્ધને જણાવ્યું હતું કે, ભારતે આ સમયમાં સ્વેદશી રસીની આપૂર્તિ કરીને વિશ્વ સમુદાયનો વિશ્વાસ જીત્યો છે.. દેશમાં આશરે રિકવરી દર વધીને 97 ટકા જેટલો થઈ ગયો છે.. જ્યારે દેશમાં હાલ સક્રીય સંક્રમિત દર્દીઓની સંખ્યા હવે માત્ર 1 લાખ 73 હજાર 740 છે.. અત્યાર સુધીમાં કુલ 1 કરોડ 3 લાખ 73 હજાર 606 લોકો સ્વસ્થ થઈ ચુક્યાં છે..
