Skip to main content
Settings Settings for Dark

સંસદનું બજેટ સત્ર આજથી શરૂ

Live TV

X
  • સંસદનું બજેટસત્ર આજથી શરૂ થશે, સંસદના બન્ને ગૃહના સંયુક્ત સત્રમાં રાષ્ટ્રપતિના અભિભાષણથી બજેટ સત્રની શરૂઆત થશે. પહેલા દિવસે જ પટલ પર આર્થિક સર્વેક્ષણ 2020-21નો રિપોર્ટ રજૂ કરવામાં આવશે. બજેટ સત્ર દરમિયાન પહેલી ફેબ્રુઆરીએ સંસદમાં નાણાંકિય વર્ષ 2021-22નું બજેટ રજૂ કરવામાં આવશે. કોરોના મહામારીને કારણે આ વખતે રાજ્યસભાની કાર્યવાહી સવારે 9 વાગ્યાથી બપોરે 2 વાગ્યાસુધી અને લોકસભાની કાર્યવાહી સાંજે 4 વાગ્યાથી રાત્રીના 9 વાગ્યા સુધી ચાલશે. બજેટ સત્રનો પ્રથમ હિસ્સો 15 ફેબ્રુઆરીએ સંપન્ન થશે. જેમાં 12 બેઠકો થશે. બજેટ સત્રનો બીજો ભાગ 8 માર્ચ થી 8 એપ્રિલ સુધી ચાલશે અને તેમાં 21 બેઠકો યોજાશે. દેશના ઈતિહાસમાં પ્રથમ વખત કાગળ રહિત બજેટ રજૂ કરવામાં આવશે. સરકારે લોકસભા અને રાજ્યસભામાં સુચારુ કાર્યવાહીને સુનિશ્ચિત કરવા માટે તમામ રાજકીય પાર્ટીઓના સહયોગ માટે શનિવારે સર્વપક્ષિય બેઠક બોલાવી છે. રાજ્યસભાના સભાપતિ એમ.વેંકૈયા નાયડુએ રવિવારે ઉપલા ગૃહમાં તમામ પાર્ટીઓની એક બેઠક બોલાવી છે. તો બીજી તરફ વિપક્ષી પાર્ટીઓએ રાષ્ટ્રપતિના અભિભાષણનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply