દેશમાં 3 મે સુધી લોકડાઉન લંબાવાયુ, દરેક દેશવાસીને લોકડાઉનમાં રહેવું પડશે - PM
Live TV
-
જે જિલ્લામાં કોરોના વાઈરસના કેસ ઘટશે અથવા સંપૂર્ણ બંધ થશે ત્યાં 20 એપ્રિલથી અમુક શરતો સાથે છૂટ આપવામાં આવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકડાઉનના છેલ્લા દિવસે દેશને સંબોધન કર્યુ હતુ..જેમાં પ્રધાનમંત્રીએ કોરોનાની વર્તમાન સ્થિતિને જોતા આગામી 3 મે સુધી લોકડાઉન વધારવાની જાહેરાત કરી હતી..પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, આપણે હવે પહેલાં કરતાં પણ વધારે સતર્કતા રાખવાની છે. જે જિલ્લામાં કોરોના વાઈરસના કેસ ઘટશે અથવા સંપૂર્ણ બંધ થશે ત્યાં 20 એપ્રિલથી અમુક શરતો સાથે છૂટ આપવામાં આવશે. પરંતુ જો ત્યાં ફરી કોઈ કોરોનાનો કેસ સામે આવશેતો ત્યાંથી શરતો દ્વારા આપવામાં આવેલી છૂટ પણ પરત લેવામાં આવશે.
કોરોના પર વિજય મેળવવા ખાસ આ વાત માનવા પ્રધાનમંત્રીએ કરી અપીલ
1) પોતાના ઘરના વૃદ્ધોનું વિશેષ ધ્યાન રાખો, એવા વ્યક્તિઓ જે બીમાર હોય તેમની એક્સ્ટ્રા કેર કરવી
2) લોકડાઉન- સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવાનું છે
3) રોગપ્રતિકારક શક્તિ વધારવી
4) કોરોના ઈન્ફેક્શન રોકવા માટે આરોગ્ય સેતુ મોબાઈલ એપ ડાઉનલોડ કરો
5) શક્ય હોય એટલું ગરીબ પરિવારની મદદ કરવી, તેમના ભોજનની જરૂરિયાત પૂરી કરવી
6) વ્યવસાય-ઉદ્યોગમાં સાથે કામ કરતાં લોકો પ્રત્યે સંવેદના રાખવી, કોઈને નોકરીમાંથી ન કાઢવા
7) કોરોના યોદ્ધા- ડોક્ટર, નર્સ, સફાઈ કર્મચારી, પોલીસોનું આદર સન્માન કરવુંપ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં આ વાત પર મુખ્ય ભાર આપ્યો
- લોકોએ અનુશાસિત રીતે લોકડાઉન પાળ્યું તે માટે જનતાને નમન કરુ છું
- આજે કોરોના વૈશ્વિક મહામારી બની ગયો છે
- ભારતે સમય પહેલાં જ આઈસોલેશનની પ્રક્રિયા શરૂ કરી દીધી
- ભારતે ઝડપથી નિર્ણય લઈને કોરોનાને ફેલતો અટકાવવામાં ખૂબ સારા પ્રયત્નો કર્યા છે
- અન્ય દેશોમાં જે પ્રમાણે કોરોનાનો આંકડો વધી રહ્યો છે તેની સરખામણીએ ભારતની સ્થિતિ ઘણી સારી છે
- મહિના દોઢ મહિના પહેલા ઘણા દેશ કોરોના સંક્રમણના કેસમાં એક રીતે ભારતી બરાબર ઊભા હતા. આજે એ દેશમાં ભારતની તુલનામાં કોરોનાના કેસ 25થી 30 ગણા વધ્યા છે. એ દેશોમાં હજારો લોકોના મૃત્યુ થયા છે.ચેતવણી આપતાં PM નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે જો લોકડાઉનનાં નિયમો તોડવામાં આવે છે અને કોરોના આપણા વિસ્તારમાં આવે છે, તો તમામ મંજૂરી પાછી ખેંચી લેવામાં આવશે. તેથી, ન તો બેદરકારી દાખવવાની રહેશે કે ન બીજાને બેદરકારી દાખવવી. જેઓ રોજ કમાય છે, રોજની આવક સાથે તેમની જરૂરિયાતોને પૂર્ણ કરે છે, તે મારો પરિવાર છે. મારી ટોચની પ્રાથમિકતાઓમાંની એક એ છે કે તેમના જીવનમાં મુશ્કેલી ઘટાડવી.
