દેશમાં Covid19ના ઓમિક્રોન વેરિયન્ટના અત્યાર સુધી કુલ 21 કેસ નોંધાયા
Live TV
-
મહારાષ્ટ્રમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના સાત નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, રાજસ્થાનમાં વધુ 9 કેસ નોંધાયા છે. આ સાથે હવે દેશમાં ઓમિક્રોનના કુલ 21 કેસ નોંધાયા છે. રાજસ્થાનમાં એક જ પરિવારના 9 લોકો કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનથી સંક્રમિત જોવા મળ્યા છે. આ પરિવાર તાજેતરમાં દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યો હતો. ગુરુવારે કર્ણાટકમાં દેશમાં કોવિડ-19ના ઓમિક્રોનના બે કેસ નોંધાયા હતા. બંને વ્યક્તિઓને સંપૂર્ણ રસી આપવામાં આવી છે.
ઓમિક્રોનના નવા વેરિયન્ટને રોકવા માટે સરકાર સતર્ક રીતે કામગીરી કરી રહી છે. કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સંક્રમણ રોકવા માટે સાર્વજનિક સ્વાસ્થ્ય સંબંધિત જાણકારી પૂરી પાડવા માટે નવા પગલા લઇ રહી છે. તો બીજી તરફ, દેશએ નવો કીર્તિમાન સ્થાપિત કર્યું છે. દેશના ૫૦% નાગરિકોને પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે.
આ મુદ્દે આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા એ ટ્વીટ કરીને કહ્યું, દેશના ૫૦% નાગરિકોને કોરોનાની રસીના ડોઝ લગાડવામાં આવ્યા છે. આપણે બધા સાથે મળીને કોરોનાના વિરોધ યુદ્ધ લડીને જીત હાંસિલ કરીશું.
