નાગાલેન્ડમાં થયેલી હિંસાની તપાસ ઉચ્ચસ્તરિય SIT કરશેઃ ગૃહ મંત્રી અમિત શાહે ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું
Live TV
-
શનિવારે સાંજે નાગાલેન્ડના મોન જિલ્લાના ઓટિંગમાં ફાયરિંગની ઘટના બની હતી. આ ફાયરિંગમાં એક જવાન સહિત કુલ 14 લોકોનાં મોત થયાં હતાં. આ ઘટના બાદ જિલ્લામાં ઘણી જગ્યાએ હિંસા થઈ હતી.
આ ઘટના અંગે સેના દ્વારા જાહેર કરાયેલા એક નિવેદન પ્રમાણે, શનિવારે સાંજે 4 વાગ્યે એક યુવાનોના મોટું ટોળું સુરક્ષાદળોના વિસ્તારમાં ઘુસ્યુ હતું અને તોડફોડ કરીને આગજની કરી હતી. સૈનિકો આ ટોળાને રોકવા જતાં ટોળાએ સૈનિકો પર હથિયારો વડે હુમલો કર્યો હતો. આત્મરક્ષામાં સૈનિકોએ ફાયરિંગ કર્યું હતું.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નાગાલેન્ડના ઓટિંગમાં થયેલી ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું તેમજ મૃતકો અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ટ્વિટ દ્વારા જણાવ્યું હતું કે, નાગાલેન્ડ સરકાર દ્વારા ગઠિત ઉચ્ચ સ્તરીય સીટ આ ઘટનાની ઉંડી તપાસ કરશે જેથી મૃતકોના પરિવારોને ન્યાય મળી શકે.
નાગાલેન્ડના મુખ્યમંત્રીએ શનિવારની રાત્રિએ બનેલી ઘટના બાદ નાગરિકોને શાંતિ રાખવાની અપીલ કરી હતી. તેમણે ટ્વિટ સંદેશમાં જણાવ્યું હતું કે, મોનના ઓટિંગમાં નાગરિકોની હત્યા એ દુર્ભાગ્યપૂર્ણ તેમજ અત્યંત નિંદનીય છે. આ ઘટનાની તપાસ ઉચ્ચ સ્તરીય SIT કરશે અને દેશના કાયદા પ્રમાણે ન્યાય અપાવશે. હું તમામ વર્ગોને શાંતિ રાખવાની અપીલ કરું છું.
