રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતીન આજે 21મી ભારત-રશિયા વાર્ષિક શિખર બેઠકમાં ભાગ લેવા ભારત આવશે
Live TV
-
21મી ભારત-રશિયા વાર્ષિક શિખર બેઠક નવી દિલ્હી ખાતે યોજાઈ રહી છે. આ બેઠકમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતીન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચેની આ શિખર બેઠક દરમ્યાન દ્વિપક્ષી સંબંધોની સ્થિતિ વધારે સુદ્રઢ બને તે અંગેના ઉપાયો વિષે ચર્ચા થશે.
આ શિખર બેઠક દરમ્યાન બંને નેતાઓ વચ્ચે પ્રાદેશિક, બહુપક્ષીય, તેમજ પરસ્પર હિત અંગેના આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ વિષે વિચારોનું આદાનપ્રદાન કરવાની તક મળશે. પુતીનની આ મુલાકાત દરમ્યાન બંને દેશો વચ્ચે યોજાનારી, લશ્કરી ટેક્નિકલ સહકાર વિશેની આંતર સરકારી પંચની બેઠકનું અધ્યક્ષપદ સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને તેમના રશિયન સમાન પદાધિકારી સર્ગેઇ શોયગ સંયુક્ત રીતે સંભાળશે.
