હિમાચલ પ્રદેશના બિલાસપુર ખાતે એઇમ્સ હોસ્પિટલનો OPD વિભાગ ખુલ્લો મૂકાયો
Live TV
-
હિમાચલ પ્રદેશના બિલાસપુર ખાતે ભારતી જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા તેમજ સૂચના અને પ્રસારણ મંત્રી તથા સ્થાનિક સાંસદ અનુરાગ સિંહ ઠાકુર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં એઇમ્સ હોસ્પિટલના ઓપીડી વિભાગને ખૂલ્લો મૂકવાનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં એઇમ્સ ખાતે કોવિડ રસીકરણ અભિયાનના વોરિયર્સને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે જણાવ્યું હતું કે હિમાચલના દુર્ગમ અને પહાડી વિસ્તારોમાં પહોંચવું મુશ્કેલ કાર્ય હતું. પરંતુ તબીબો તેમજ અન્ય સ્ટાફે આ કામ સુગમતાથી પાર પાડ્યું હતું. આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે હિમાચલ પ્રદેશમાં વયસ્કોનું સો ટકા રસીકરણ પૂર્ણ થઈ ગયું છે. કોવિડ રસીકરણમાં હિમાચલ પ્રદેશ દેશમાં અગ્રણી રાજ્ય બન્યું છે. તેના સ્વાસ્થ્ય કર્મીઓની પ્રતિબદ્ધતાને કારણે જ આ સિદ્ધી પ્રાપ્ત થઈ છે.
