Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના અંતર્ગત લોકોના આવવા-જવાની સુવિધા માટે રાજ્યના ગામડાઓને જોડવામાં આવ્યા: જે.પી. નડ્ડા

Live TV

X
  • ભાજપના અધ્યક્ષ જે. પી. નડ્ડાએ હિમાચલ પ્રદેશના લોકોને અપીલ કરી છે કે, તેઓ દેશના વિકાસ માટે કામ કરવાનું ચાલુ રાખે જેથી કરીને રાજ્યની પ્રતિષ્ઠા વધુ વધારી શકાય. નવી દિલ્હીમાં આયોજિત સ્વર્ણિમ હિમાચલ મહોત્સવને સંબોધિત કરતા જે.પી. નડ્ડાએ કહ્યું કે, પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના અંતર્ગત લોકોના આવવા-જવાની સુવિધા માટે રાજ્યના ગામડાઓને જોડવામાં આવ્યા છે. આ પ્રસંગે માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશમાં જરૂરી જુદી જુદી વિકાસ યોજનાઓને મંજૂરી આપીને રાજ્યના વિકાસમાં કોઇ ખાત્રી છોડી નથી. અનુરાગ ઠાકરે કહ્યું કે, રાજ્યમાં આરોગ્યના પ્રાથમિક આંતરમાળખાને મજબૂત બનાવવામાં આવ્યું છે અને સુવિધાઓમાં સુધારો કરવામાં આવ્યો છે. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે સમારોહમાં સંબોધન કર્યું. ત્યારબાદ ભાજપના અધ્યક્ષ નડ્ડા, અનુરાગ ઠાકુર અને જયરામ ઠાકુરે સાથે મળીને હિમાચલ માટે દોડને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
apply