દેશ માનવી રહ્યો છે 72મો સેના દિવસ
Live TV
-
1949માં આ જ દિવસે જનરલ (બાદમાં ફિલ્ડ માર્શલ) કે.એમ. કારિઅપ્પાએ છેલ્લા બ્રિટીશ કમાન્ડર-ઇન-ચીફ જનરલ સર એફઆરઆર બુચર પાસેથી આર્મીની કમાન સંભાળી હતી અને તે પહેલા કમાન્ડર-ઇન-ચીફ બન્યા હતા.
દેશ આજે 72મા સેના દિવસની ઉજવણી કરી રહ્યો છે. સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણેએ કહ્યું ભારતીય સેના દેશની મૂલ્યવાન સંસ્થા છે. આ અવસરે દિલ્હીના કરિયપ્પા પરેડ ગ્રાઉન્ડમાં પરેડ થશે. જેમાં સેનાના કેપ્ટન તાનિયા શેરગિલ બટાલિયનનું નેતૃત્વ કરશે. આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણે 72 મા આર્મી દિવસ પર તમામ રેન્ક, સૈનિક પરિવારો, અને સશસ્ત્ર દળોને અભિનંદન પાઠવ્યા હતા. તેમના સંદેશમાં જનરલ નરવણે કહ્યું, જ્યારે પણ મુકાબલો થાય છે ત્યારે ભારતીય સેનાના અધિકારીઓ અને સૈનિકોએ વિરોધીઓને જવાબદાર પ્રતિસાદ આપ્યો છે, પછી ભલે સરહદની સુરક્ષા કરવાની વાત હોય કે આતંકવાદ વિરોધી અભિયાન હોય.
