Skip to main content
Settings Settings for Dark

1984 ના શીખ વિરોધી રમખાણોની વિશેષ તપાસ ટીમની ભલામણોને કેન્દ્રએ સ્વીકારી 

Live TV

X
  • કેન્દ્ર સરકારે 1984 ના શીખ વિરોધી રમખાણોની તપાસ માટે દિલ્હી હાઈકોર્ટના નિવૃત્ત જસ્ટિસ એસ.એન.ધિંગરાની અધ્યક્ષતામાં રચાયેલી વિશેષ તપાસ ટીમની ભલામણો સ્વીકારી છે.

    કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે 1984માં શીખ વિરોધી રમખાણમાં દિલ્લી પોલીસની ભૂમિકામાં જસ્ટીસ ઢીંગરા સમિતિએ જે રિપોર્ટ આપ્યો છે તેનો સ્વીકાર કરાયો છે. કેન્દ્ર સરકારે આ મુદ્દે જણાવ્યું કે, આ રિપોર્ટમાં જે ભલામણો કરવામાં આવી છે. તે મુજબ જ આગળની કાર્યવાહી થશે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને માહિતી આપી હતી કે વિશેષ તપાસ ટીમની ભલામણો પર કેન્દ્ર સરકાર યોગ્ય પગલાં લેશે.

    અરજદારના વકીલ આર.એસ.સુરીએ જણાવ્યું હતું કે વિશેષ તપાસ ટીમનો અહેવાલ પોલીસ અધિકારીઓ માટે જીવલેણ છે અને આ ગુનામાં કથિત પોલીસ અધિકારીઓ પર કાર્યવાહીની માંગ માટે અરજી દાખલ કરવામાં આવશે. 1984 માં તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સામુહિક તોફાનો થયા હતા, જેમાં 2,733 લોકોએ જીવ ગુમાવ્યો હતો.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply