ધો.9 થી 12ની શાળાઓ આંશિક રીતે ખોલવા મુદ્દે સરકારે જાહેર કર્યા દિશા-નિર્દેશ
Live TV
-
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ધોરણ 9 થી 12 વિદ્યાર્થીઓ માટે સ્કૂલો આંશિક રીતે ખોલવા માટે દિશા નિર્દેશ જાહેર કર્યા છે.જો કે આ નિર્ણય સ્વૈચ્છિક આધાર પર હશે અને વિદ્યાર્થીઓ પોતાના શિક્ષકો પાસે માર્ગદર્શન મેળવી શકશે.
21 સપ્ટેમ્બર બાદ આ મંજૂરી આપવામાં આવશે.આરોગ્ય મંત્રાલયના દિશા નિર્દેશોમાં કહેવાયું છે કે સામાજિક અંતરનું પાલન, માસ્ક પહેરવું, વારંવાર હાથ ધોવા અને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી ફરજિયાત છે.આપને જણાવી દઈએ કે કોરોના વાયરસના કેરને કારણે સ્કૂલ-કોલેજો હાલ બંધ છે.વિદ્યાર્થીઓ ઘરે રહીને જ ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છે.
